ભાઈઓ અને બહેનો,

પ્રોજેક્ટ ટાઇગર હેઠળ અત્યાર સુધીમાં આપણા ગુજરાતી વિકિપીડિયામાંથી કૂલ ૧૨
સભ્યોએ ભાગ લીધો છે અને ૭૩ પાનાં આ પ્રતિયોગિતામાં નોંધાવ્યા છે, જે પૈકીનાં
૫૦ પાનાં સ્વીકૃત છે અને બાકીના ૨૩ પાનાંનો અસ્વીકાર કરવાની ફરજ પડી છે. માર્ચ
મહિનામાં ૨૯ અને એપ્રિલમાં ૧૮ પાનાં સ્વીકારવામાં આવ્યા છે, જે ૯ સભ્યો દ્વારા
નોંધાવવામાં આવ્યા હતા. ત્રણ સભ્યોએ નોંધાવેલા એકેય પાનાં સ્પર્ધાના નિયમો
મૂજબ ન હોવાને કારણે રદ્દ કરવામાં આવ્યા છે. માર્ચ અને એપ્રિલ મહિનાના વિજેતાઓ
નીચે મુજબ છે

માર્ચ
-----
પ્રથમ - સભ્ય:Sushant savla
દ્વિતિય - સભ્ય:Gazal world
તૃતીય - સભ્ય:KartikMistry અને સભ્ય:Nizil Shah (સંયુક્ત)

એપ્રિલ
-------
પ્રથમ - સભ્ય:સતિષચંદ્ર
દ્વિતિય - સભ્ય:Gazal world
તૃતીય - સભ્ય:KartikMistry

CIS અને વિકિમિડીયા ઇન્ડિયા સંસ્થામાંથી ટૂંક સમયમાં આયોજકો ઉપરોક્ત વિજેતાઓનો
સંપર્ક કરશે અને ઇનામની ગોઠવણ કરશે.

સૌ વિજેતાઓને ખૂબખૂબ વધાઈઓ.

ચાલો, મે મહિનામાં વધુમાં વધુ લેખો સાથે ગુજરાતી વિકિપીડિયાને Community
Winner બનાવીએ.

અભિનંદન સહ,

આપનો,

ધવલ સુ. વ્યાસ
પ્રતિયોગિતા નિયામક/નિર્ણાયક
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to