મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત નવલકથા  "છાયાનટ" 
ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૦૩-૧૦-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને 
૧૨-૧૧-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત 
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા 
બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. પુસ્તક વિકાસભાઈ કાઈલા (રાજકોટ)એ 
ઉપલબ્ધ કરાવી આપ્યું હતું. 

        

ઈ. સ. ૧૯૪૧માં રચાયેલ આ પુસ્તક સ્વતંત્રતા સંગ્રામકાળના છેલ્લા ટપ્પા સમયે સમાંતર 
વિકસતી સામ્યવાદી વિચાર ધારા, કોમી રમખાણો, દેશના ભાગલાના ભણકારા આદિ સમસ્યાની 
સામે ઝઝૂમતા ભારતની વ્યથાનો  સુંદર ચિતાર આપે છે. 



વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%9B%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8%E0%AA%9F



        

આભાર. 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to