મિત્રો,


સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા 
"તુલસી-ક્યારો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ઈસ ૧૯૩૦-૪૦ ના દાયકા દરમ્યાન 
ગુજરાતના એક બ્રાહ્મણ કુટુંબની આ કથા છે.  આ પરિયોજના ૦૫-૦૬-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ 
અને ૨૫-૦૭-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે. 

 

આ પરિયોજનામાં  અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. આ 
પુસ્તક djvu page index format થકી ચઢાવાયું હતું. તેના માળખા સંબંધેની તકનીકી 
બાબતોમાં ચિરાયુ ચિરિપાલ (અમદાવાદ) અને ધવલભાઈ વ્યાસ (લંડન)નો  સરસ સહકાર પ્રાપ્ત 
થયો હતો.  સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.



શ્રી. ઝવેચંદ મેઘાણીની આ રસપ્રદ કૃતિઓને વાંચવા ને માણવા સૌને આમંત્રણ છે. 
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:



https://gu.wikisource.org/wiki/%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%B8%E0%AB%80-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B



સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to